પરલોકવાદ

પરલોકવાદ

વીતેલ યુગોનો ઇતિહાસ વાંચો, આજના યુગ ઉપર દૃષ્ટિ નાખો. આપના દેશ, સમાજ, રાજતંત્ર અને ન્યાયતંત્રને જુઓ. કેટલો અત્યાચાર, અનાચાર, વ્યભિચાર, શોષણ, લાંચ-રૂશ્વત, કૌભાંડો, ગોટાળા અને લૂંટમાર છે, ઈશ્વરના અધિકારો પર કેવી તરાપ છે!, માનવધિકારોનું કેવું હનન છે!. કેટલા લોકોને સજા મળે છે?, કેવી અને કેટલી સજા મળે છે?, કેટલા લોકોને ન્યાય મળે છે?, ક્યારે મળે છે અને કેવો મળે છે?, શું આ ટૂંકા જીવનમાં બધાને પૂરેપૂરો ન્યાય અને દરેક પાપીને પૂરેપુરી સજા મળવી શક્ય છે?, તો શું આ સંસાર અંધેર નગરી છે?, શું સર્વશક્તિમાન ઈશ્વર માત્ર દર્શક બની આ તમાશો જોઈ રહ્યો છે? શું તે ન્યાય નહીં કરે?

               ઇસ્લામી પરલોકવાદની ધારણાનુસાર અલ્લાહના અદૃશ્ય ફરિશ્તાઓ પ્રત્યેક માનવીની એકેએક  ક્ષણની કર્મપોથી લખી રહ્યા છે. પ્રત્યેક ક્ષણની વીડિઓ ફિલ્મ તૈયાર થયી રહી છે. આ જીવન અંતિમ નથી. મૃત્યુ પછી એક દિવસ એવો આવવાનો છે જ્યારે માનવીને પુનઃ જીવિત કરવામાં આવશે અને બધાને પરલોકમાં ભેગા કરવામાં આવશે. ત્યાં પ્રત્યેક માનવીના સારા-નરસા કાર્યોનો , માનવધિકાર-ઈશ્વરાધિકારના પાલન અથવા હનનનો હિસાબ લેવામાં આવશે.  બાળક, પુખ્તવય, નિર્બળ, બળવાનના ભેદભાવ વિના કર્મપોથીના આધારે નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ ઈશ્વરીય ચુકાદો આવશે. પાપીઓને નર્ક ભેગા કરવામાં આવશે અને પુણ્યાત્માઓને સ્વર્ગ એનાયત કરવામાં આવશે, અને તેઓ હંમેશ ત્યાં રહેશે.

               આવી રીતે ઇસ્લામ દરેક વ્યક્તિમાં ઉત્તરદેયિતાનો બોધ વિકસાવી તેને અને સમાજને નેક બનાવવાનો પ્રયત્ન કરે છે.

યુ મે લાઈક

No Results Found

The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.