ઈશદૂતવાદ

ઈશદૂતવાદ

દરેક સમાજમાં ધર્મના વિદ્વાનો , જ્ઞાનીઓ, વિચારકો અને સમાજ સુધારકો આવતા રહ્યા છે અને પોતાની રીતે કામ કરતા રહ્યા છે. પરંતુ તેમના જ્ઞાનનો સ્ત્રોત તેમની પોતાની વિવેક-બુદ્ધિ અને તેમનું પોતાનું ચિંતન-મનન હોય છે, તેથી તેમની શિક્ષાઓ અને કાર્યોમાં દોષ અને ખામીઓ હોવાની પૂરી આશંકા હોય છે. આવા દાર્શનીકો એ દાવો કરી શકતા નથી કે તેમના દ્વારા અપાયેલ શિક્ષાઓ ઈશ્વરીય છે. એટલે આવી વ્યક્તિઓ અને તેમની શિક્ષાઓ માનવો માટે આદર્શ બની શકતી નથી.

ઈશ્વરની વાસ્તવિક્તા શું છે?, માનવ અને ઈશ્વર વચ્ચે સંબંધ કેવો હોવો જોઇયે?, ઈશ્વરની આજ્ઞા પાલન અને ઉપાસનની રીત શું હોય શકે? આ વાતો જ્યાં સુધી ઈશ્વર પોતેજ પોતાના બંદાઓ સુધી પહોંચાડવાની કોઈ ઉત્તમ અને વિશ્વાસનીય વ્યવસ્થા ન ગોઠવે ત્યાં સુધી આપણે  સચોટ રીતે આ બધુ જાણી શકતા નથી.

ઈશ્વર તો નિરાકાર છે. તો શું એ આકાર ધારણ કરી ધરતી ઉપર અવતરિત થાય અને પોતાના નિરાકારી ગુણનું ખંડન કરે?. વળી ઈશ્વર જેવી હસ્તી માનવો માટે તો આદર્શ બની શકતો નથી. તો પછી આ સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય?.  ઇસ્લામ આનું સમાધાન ઈશદૂતવાદ થી કરે છે.

ઈશ્વર દ્વારા સમાજમાંથી એક સાચા , ચારિત્રવાન, સજ્જન, વિશ્વસનીય  વ્યક્તિનું ચયન કરવામાં આવે છે. અને પછી તેના હૃદય, મસ્તિષ્ક, અને ચેતના ઉપર ફરિશ્તાના મધ્યમથી પોતાની વાણી દ્વારા આદેશ, નિર્દેશ, માર્ગદર્શન, આજ્ઞાઓ, નિયમો અને શિક્ષાઓ અવતરિત કરવામાં આવે છે. ચયન પામનાર એ વ્યક્તિ ને ઈશ્વર દ્વારા આદેશ આપવામાં આવે છે કે તેના અનુસાર મનુષ્યોને શિક્ષા-દીક્ષા આપે. મનુષ્યો માટે સ્વયંને ઈશ્વર વાંછિત આદર્શ નમૂનો બનાવી પ્રસ્તુત કરે . આ પ્રવધાનને અને આ પૂરી પ્રક્રિયાને ઇસ્લામી પરિભાષામાં રિસાલત અથવા નબુવ્વત (ઈશદૂતવાદ) કહેવામાં આવે છે. તે આદર્શ વ્યક્તિને રસુલ (ઈશદૂત, સંદેષ્ટા, Prophet ) કહેવામાં આવે છે. ઇસ્લામી ધારણાનુસાર ઈશદૂતોનો ક્રમ ધરતી ઉપર માનવજાતના આગમનથી જ ચાલતો આવ્યો છે.

યુ મે લાઈક

No Results Found

The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.