હજ

હજ

ઇસ્લામના આ પાંચમાં  સ્તંભ હજનો ઇતિહાસ લગભગ 4 હજાર વર્ષો પર વિસ્તરેલ છે. પૈગંબર હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ- તેમના ઉપર સલામતી હોવ) એ પોતાના પુત્ર હઝરત ઈસ્માઈલ (અલયહિસ્સલામ)  ના સહયોગથી મક્કાની પહાડીઓ વચ્ચે ઘાટીમાં ઈશ્વરના આદેશાનુસાર એક નાનકડી વસ્તીમાં એક ચતુષ્કોણિક ભવન (કાબા)નું નિર્માણ કર્યું હતું, તે સમયની સ્થાપિત અનેકેશ્વરવાદી અને મૂર્તિપૂજક સંસ્કૃતિમાં વિશુદ્ધ એકેશ્વરવાદનું આ પ્રથમ અને એકમાત્ર ભૌતિક પ્રતિક હતું. આ ભવનની પરિક્રમા (તવાફ)નો આદેશ આપી હઝરત ઇબ્રાહીમ (અલૈહિસ્સલામ) દ્વારા અલ્લાહે એક નવી ઉપાસના પદ્ધતિનો આરંભ કરાવાયો.  ઇસ્લામના પૈગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ આ પદ્ધતિ ચાલુ રાખી.

        હજ માટેની જરૂરી શરતો છે. (1) આર્થિક રીતે સંપન્ન હોવું,(2) સ્વાસ્થ્ય અને શારીરિક અવસ્થાનું અનુકૂળ હોવું,(3) મક્કા સુધીની યાત્રાનું સુરક્ષિત હોવું,(4) હજ માટે જનાર સ્ત્રીનો સહયાત્રી એવા પુરુષનું હોવું જે તેનો મહરમ (પતિ, પિતા, પુત્ર અથવા ભાઈ) હોય.

        ઉપરની શરતો પૂરી થતી હોય તો ઈમાનવાળાઓ  પર જીવનમાં એક વાર હજ કરવું અનિવાર્ય ઠેરવી દેવામાં આવ્યું. 

        હજ ઇસ્લામી કેલેન્ડરના બારમાં માસની 8,9,10 અને 11 તારીખોમાં થાય છે. આ દરમિયાન મક્કા-મીના-અર્ફાત –મુઝ્દલિફા-મિના-મક્કા-મિના-મક્કા વચ્ચે આવવા જવામાં (કુલ લગભગ 30 કિ.મી.) આવે છે.  ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે અલ્લાહની ઉપાસના અને શારીરિક તપસ્યામાં આ દિવસો વિતાવવામાં આવે છે. અલ્લાહથી દુઆઓ ગુજારાય છે. રડીને, કરગરીને જીવનમાં થયેલ ભૂલો અને પાપોની ક્ષમા માંગવામાં આવે છે. અલ્લાહને અંતર્મનથી યાદ કરવામાં આવે છે, તેના સાથે રૂહાની સંબંધો બાંધવામાં આવે છે. અલ્લાહથી વફાદારી અને આજ્ઞાપાલનનો સંકલ્પ કરવામાં આવે છે. સત્ય માર્ગ પર ચાલવાની અને નૈતિક, ચારિત્ર્યશીલ પવિત્ર જીવન જીવવાની તૌફીક માંગવામાં આવે છે.

        અમીર, ગરીબ, કળા, ગોરા, રાજા, પ્રજા, માલિક, નૌકર, ઉચ્ચ-નીચનો ભેદ ભૂલી જવાય  છે, અલગ જાત, અલગ વર્ણ, અલગ ભાષાના વાડાઓ ત્યજી દેવાય છે. પોતાના અને પારકાનો મોહ છોડી દર વર્ષે લગભગ 25 લાખ લોકો સફેદ વણસીવેલ વસ્ત્રો પરિધાન કરી એકજ સાદ પોકારે છે- લબ્બૈક  અલ્લાહુમ્મ લબ્બૈક…(હાજર છું  મારા અલ્લાહ! હૂઁ હાજર છું .)

        પાંચ દિવસના આ ઈશ્વરીય (આધ્યાત્મિક અને શારીરિક ) પ્રશિક્ષણ શિબિરમાં એવો વિશ્વાસ અને એવી ભાવના બળવંત થાય છે કે વૈશ્વિક સ્તરે બધા માનવો એક વિશાળ પરિવારના સભ્યો છે,. આવી રીતે એકેશ્વરવાદની પવિત્ર દોરી તેમણે સમતા,સમાનતા, એકતા અને માનવતાના મજબૂત બંધનમાં બાંધે છે.

યુ મે લાઈક

No Results Found

The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.