એકેશ્વરવાદ

એકેશ્વરવાદ

ઈશ્વર એક છે, માત્ર એક. તેના જેવો, તેની સમકક્ષ બીજો કોઈ નથી. તે બીજા કોઈ ઉપર સહેજય આશ્રિત નથી. દરેક વસ્તુ પછી એ સજીવ હોય કે નિર્જીવ તેના ઉપર જ આશ્રિત છે. તે એક જ પૂજ્ય, ઉપાસ્ય અને આરાધ્ય છે. આ બાબતમાં તેનો કોઈ સહભાગી નથી. ના તે કોઈનું સંતાન છે અને ન કોઈ તેનું સંતાન છે.  આ છે એકેશ્વરવાદની ઇસ્લામી વ્યાખ્યા. (કુર્આન 112).

ઈશ્વર દરેક સ્થળે વિદ્યમાન, સર્વ શક્તિમાન, સર્વજ્ઞ,સર્વસક્ષમ અને સર્વ સમર્થ છે. તે બધાને પેદા કરનાર,પોષનાર, બધાનો સ્વામી અને પ્રભુ છે. તે જ બધાને જીવન, મૃત્યુ, સ્વાસ્થ્ય, રોગ અને સુખ-દુખ આપનાર છે.

સૌભાગ્ય અને દુર્ભાગ્ય ઈશ્વરેજ સર્જેલ છે.  મનુષ્યોમાંથી જે સારા કાર્યો કરશે અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરશે અને જે ખોટા કાર્યો, ઉદંડતા, અને અવજ્ઞા કરશે તે બધા સાથે ઈશ્વર પરલોકના દિવસે ન્યાય તોળશે. ત્યાં કોઈનોય હસ્તક્ષેપ ચલાવી લેવામાં આવશે નહીં.

યુ મે લાઈક

No Results Found

The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.