રોઝા (અનિવાર્ય વ્રત)

રોઝા (અનિવાર્ય વ્રત)

ઇસ્લામનો ચૌથો સ્તંભ રોઝા છે. ઇસ્લામી કેલેન્ડર અનુસાર નવમા માસ રમઝાનમાં દરેક પુખ્ત વયનાં, સભાન અને સ્વસ્થ મુસ્લિમ સ્ત્રી-પુરુષે આખા માસ દરમિયાન રોઝા રાખવા અનિવાર્ય ઠેરવવામાં આવેલ છે. રોઝાનો મૂળ ઉદ્દેશ્ય ઈશ્વરની અવજ્ઞા અને પાપોથી બચવાનો છે.( કુર્આન 2:83).

        ઈશ્વરની અવજ્ઞા, ઝૂઠ, બદી અને  દુરાચાર વગેરેથી બચવા, અલ્લાહ અને તેના રસુલની આજ્ઞાનુ પાલન કરવા  અને નેકી, માનવ સેવા અને સદ્કાર્યો કરવા માટેનો આ એક માસનો પ્રશિક્ષણ કોર્સ છે.

        પરોઢથી સૂર્યાસ્ત સુધી ખાવા-પીવા, ધૂમ્રપાન, અને યૌન સંબંધોથી દૂર રહી એક આત્મબળ કેળવવાનો પ્રયત્ન કરાય છે. જેથી વ્યક્તિમાં એવો વિશ્વાસ જાગૃત થાય કે જ્યારે ઈશ્વરની આજ્ઞા હોય તો જાયઝ તથા સ્વીકૃત કાર્યો અને જરૂરતોનો ત્યાગ પણ કરી શકતા હોઈએં ત્યારે અનૈતિક, અને પાપના કાર્યો અને તેવો તો નિ:શંક ત્યજી શકાય.

        રમઝાનમાં વધુ ને વધુ નમાઝ પઢવા, કુર્આનનું વચન કરવા, અલ્લાહની યાદ કરવાની સાથે  અલ્લાહના બંદાઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ, તેમના દુખ દર્દમાં ભાગીદાર થવા, તેમણે વધુમાં વધુ સહાય કરવા અને દાન દક્ષિણા કરવા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવેલ છે. અને પરિણામ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિની શુભ સૂચના આપવામાં આવી છે. યોગ્ય કારણોસર રોઝા ન રાખી શકાય તો પ્રાયશ્ચિત તરીકે એક દિવસના રોઝના બદલે એક નિર્ધન વ્યક્તિને બંને સમયે પેટ ભરીને ભોજન કરાવવાનો આદેશ આપવામાં આવેલ છે. (એવુજ ભોજન જે તે પોતે આરોગે છે.)

        કામવાસનની વૃતિ માણસમાં ઘણી તીવ્ર હોય છે. વ્યક્તિમાં આ વૃતિ પર અંકુશ રાખવા આત્મબળ ન હોય તો નૈતિક અધોગતિ અને ચારિત્ર્યના વિનાશથી બચવું અને સમાજને  આ વિનાશથી બચાવવું લગભગ અશક્ય થઈ જાય છે. આજે આપણો સમાજ આ સમસ્યાથી ગ્રસ્ત છે.  ઇસ્લામે આધ્યાત્મિકતા, નૈતિકતા અને કાયદાના  ધોરણે આને રોકવા પ્રભાવશાળી પગલાં લીધા છે, રમઝાન માસમાં આના માટે વ્યાવહારિક પ્રશિક્ષ્ણ નું પ્રાવધાન કર્યું છે. પતિ-પત્નીને રોઝામાં પરોઢથી સૂર્યાસ્ત સુધી યૌન સંબંધથી દૂર રહેવાનો આદેશ આપી આત્મ નિયંત્રણનું શિક્ષણ આપવામાં આવ્યું છે.

        આવી રીતે વર્ષમાં એક માસનું આ અનિવાર્ય પ્રશિક્ષણ (refresher course) કરી  બાકીના અગિયાર મહીનાઑ સુધી ઈશ્વરના પ્રેમ સાથે નેક, સુસભ્ય, ઉત્તમ અને ચારિત્ર્યવાન જીવન વ્યતીત કરવા વ્યક્તિ અને સમાજને તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા  ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે.

યુ મે લાઈક

No Results Found

The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.