ઈસ્લામ દર્શન કેન્દ્ર, ગુજરાત

ઇસ્લામિક દર્શન કેન્દ્ર વિશે

હિન્દુ અને મુસ્લિમો બંને છેલ્લા ૧૦૦ વર્ષોથી ભારતમાં સાથે રહેતા આવ્યા છે પરંતુ આજ સુધી એક બીજાને સમજી શક્યા નથી હિન્દુઓં માટે મુસ્લિમો એક રહસ્ય છે. મુસ્લિમો માટે હિન્દુઓ એક કોયડો, ન તો હિન્દુઓને આટલી ફુરસદ છે કે ઇસ્લામી તત્વોની છણાવટ કરે, તેમના ધર્મને, તેમના દ્રષ્ટિ બિન્દુઓને સમજવાનો પ્રયત્ન કરે, ન તો મુસ્લિમોને એટલી નવરાશ છે કે હિન્દુ ધર્મ તત્વોમાં કંઈક શોધે, બંનેય એક બીજામાં નિરાધાર વાતોની કલ્પના કરી પરસ્પર લડવા માટે તૈયાર જ રહે છે. હિન્દુઓ સમજે છે કે આખી દુનિયાની બદિયો  મુસ્લિમોમાં જ સમાયેલી છે. તેમનામાં ન તો દયા છે, ન તો ધર્મ, ન તો સદાચાર, ન સંયમ, ન તો દેશ પ્રેમ. મુસ્લિમો સમજે છે કે હિન્દુઓં પત્થરોની પૂજા કરનાર, કપાળ રંગનાર અને દાળ ભાત ખાનાર જીવ છે, અને બંને પક્ષે જે મોટા ધર્માચાર્યો છે. તેઓ આ ભેદભાવમાં સૌથી આગળ છે. જાણે કે દ્વેષ અને વિરોધ જ ધર્મના મુખ્ય લક્ષણો હોય. જેમ કે ઘરના બારી બારણા બંધ હોય અને અંધકાર તેમજ ભેજનું વાતાવરણ હોય તો શારીરિક રોગો જન્મ લે છે તેમજ જો કોઈ સમાજમાં પરસ્પર સમજણના બારીબારણાં બંધ હોય, ભ્રાન્તિઓ અને ગેરસમજનું ભેજ અને અસંવાદિતાના અંધકારનું વાતાવરણ હોય  તો સામાજિક અને માનસિક રોગો જન્મ લે છે જેના લક્ષણો આજે આપણા ભારતીય સમાજમાં જોવા મળે છે. પણ જેમ જેમ સમજણની  ઉષ્ણતા અને સંવાદનું ઉજાશ પથરાશે આ રોગો નાબુદ થશે જ.

જે લોકો પણ પરસ્પરની ગેરસમજોને દૂર કરવા અને કોમી સદ્ભાવનાને આગળ ધપાવવાના કાર્યમાં પહેલાથી જ કાર્યરત છે તેમની સાથે મળીને કાર્ય કરવાની તક મળે તો એનાથી અમોને ખુબ આનંદ થશે.

મુસ્લિમોંથી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ દુનિયામાં આપણો માન મરતબો અને આખિરતમાં સફળતાનો આધાર આ વાત ઉપર છે કે આપણે ઇસ્લામનું કેવું અને કેવું પ્રતિનિધત્વ કરીએ છીએ.

અલ્લાહ આપણો સૌનો મદદગાર થાય

ઈસ્લામ સંબંધિત વધુ જાણકારી અને પુસ્તકો મેળવવા અમરો સંપર્ક સાધો. આપની સેવા કરી અમને ખૂબ જ આનંદ થશે.

સંપર્ક કરો…….

 

ઇસ્લામની સાચી માહિતી માટે......

ઇશ્વર સૃષ્ટિના સર્જનહાર વિશે જાણવા માટે....

અંતિમ ઇશદૂત હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જાણવા માટે.....

અંતિમ ઇશગ્રંથ ‘કુર્આન’નો સંદેશ જાણવા માટે......

આલોક-પરલોક વિશે માહિતી મેળવવા માટે.......

મૃત્યુ પછી શું? જાણવા માટે......

ઇસ્લામ બાબતે ગેરસમજો દૂર કરવામાટે......