શહાદત

શહાદત

ઈમાન (આસ્થા)ની સાક્ષી અને એલાન

લોકો સમક્ષ પોતાની અંતરાત્મામાં સ્થાપિત ઈમાનનો મૌખિક એકરાર અને પુષ્ટિ કરવી કે “હું સાક્ષી આપું છું કે ઈશ્વર (અલ્લાહ) સિવાય કોઈ પૂજ્ય અથવા ઉપાસ્ય નથી, કોઈ તેનો ભાગીદાર નથી, અને હું સાક્ષી આપું છું કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ તેના બંદા અને રસૂલ છે.”

        આ કબૂલાત અને પ્રતિબદ્ધતા મુસલમાન હોવા માટે અનિવાર્ય છે. આ કબૂલાત પછી માણસ નીચે વર્ણવેલ વાતો માટે બંધાઇ જાય છે:

  • તેને પોતાની જાતને ઈશ્વર સમક્ષ સમર્પિત કરી દેવી પડશે.
  • ઈશ્વરની ઇચ્છા, આજ્ઞા, આદેશ-નિર્દેશ અને કાયદા-કાનૂનને પોતાની ઇચ્છાઓ ,આકાંક્ષાઓ, ઈરાદા અને ભાવનાઓ ઉપર પ્રાધાન્ય આપવું પડશે.
  • તેને ઈશગ્રંથ કુર્આનને અને ગ્રંથ વાહક ઈશદૂત હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ને વાસ્તવિક માર્ગદર્શક માની તેના અનુસાર પોતાનું જીવન વ્યતીત કરવું પડશે.
  • જે વાત, શિક્ષા, અથવા સિદ્ધાન્ત અલ્લાહ અને તેના દૂતની શિક્ષાઓ વિરુદ્ધ હોય તેનો ત્યાગ કરવો પડશે.
  • જો પરિસ્થિતવશ ઇસ્લામના આદેશોનું પાલન કરવું શક્ય ન હોય તેવા સંજોગોમાં એવી પરિસ્થિતીના નિર્માણ માટે, જેમાં ઈશ્વરીય આદેશોનું પાલન શક્ય હોય, પૂરતો પ્રયત્ન અને સંઘર્ષ કરવામાં આવશે,. આ પ્રયાસ અને સંઘર્ષ પણ ઈશ્વરીય શિક્ષાઓ અનુસાર જ થશે.

યુ મે લાઈક

No Results Found

The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.