નમાઝ

નમાઝ

દરેક વયસ્ક સ્ત્રી-પુરુષે દિવસમાં પાંચ વાર નિર્ધારિત પદ્ધતિથી, નિર્ધારિત સમયે, અને નિર્ધારિત માત્રામાં નમાઝ પઢવી અનિવાર્ય છે. દરેક નમાઝનો કેટલોક અંશ પુરુષો માટે સામૂહિક રીતે સંગઠિત સ્વરૂપે એક ઇમામની પાછળ મસ્જિદમાં અદા કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી સામાજિક ભાવના પ્રબળ થાય અને અનુશાસનના બીજા લાભો પણ વ્યક્તિ અને સમાજને પ્રાપ્ત થઇ શકે. જેમ કે ઘાસલેટની બોટલમાં દૂધ અથવા મધ રાખી શકતું નથી તે  રીતે  જ અપવિત્ર વસ્ત્રો અને અપવિત્ર દેહમાં પવિત્ર આત્માનો વાસ થઈ શકતો નથી. નમાઝ પઢવા માટે વસ્ત્ર અને શરીરની પવિત્રતા અને બીજી દરેક પ્રકારની નાની મોટી અપવિત્રતાથી પાક થવું અનિવાર્ય છે.

        કેટલાક સમયાંતરે નમાઝના માધ્યમથી દિવસમાં પાંચ વાર અલ્લાહની સમક્ષ ઊભા રહીને, નમીને, બેસીને, ધરતી ઉપર માથું ટેકવીને માનસિક અને શારીરિક રૂપે ઈશ્વર પ્રત્યે સમર્પણનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આનાથી વ્યક્તિના ઘમંડ અને અહંકારનો નાશ થાય છે, વિનમ્રતાનો ભાવ પેદા થાય છે, આધ્યાત્મિક ઉત્થાન પ્રાપ્ત થાય છે. ઈશ્વર જોઈ રહ્યો છે, તેવી અનુભૂતિ સતત જીવન પ્રયન્ત  તાજી રહે છે. આના કારણે નમાઝી વ્યક્તિ દરેક સમયે એકાંતમાં કે અંધારામાં પણ બુરાઈ, પાપ, વ્યભિચાર, અનાચાર અને ઈશ્વરની અવજ્ઞાથી બચવાની શક્તિ, ગુણ, ધૈર્ય અને ઉર્જા પ્રાપ્ત કરે છે.

તમને ગમશે

No Results Found

The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.